તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરઃ જામખીરસરા પાસે ટ્રાવેલ્સ અને બાઇક અથડાતા ભાઇ-બહેનનાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદરથી આશરે 35 કિલોમીટર દુર જામ ખીરસરા ગામ પાસેનાં પેટ્રોલ પંપ પાસે જામનગરથી પોરબંદર તરફ આવી રહેલી ખાનગી બસ બાઇકને બચાવવા જતાં બસ પલ્ટી મારી ગઇ હતી. જયારે બાઇક પણ 10 ફુટ જેટલુ ઢસડાતા ચાલક તથા તેની બહેનનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. તો બીજી તરફ બસમાં મુસાફર 30 થી 35 મુસાફરો પૈકી 15 થી 20ને નાની-મોટી ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા.
બસ પણ પલ્ટી મારી જતાં 15 થી 20 મુસાફરોને ઇજા, સારવારમાં ખસેડાયા
રાત્રીનાં નવ વાગ્યા આસપાસ જામનગરથી આવી રહેલી વિવેક ટ્રાવેલ્સની ખાનગી બસ જયારે જામ ખીરસરા ગામનાં પેટ્રોલપંપ પાસે પહોંચી ત્યારે અચાનક બાઇક વચ્ચે આવી જતાં તેને બચાવવા જતાં બસનાં ચાલકે બસનો કાબુ ગુમાવી દેતા બસ પલ્ટી મારી ગઇ હતી. જો કે કરૂણાંતીકા તો એ છે કે જે બાઇકને બચાવવાનો પ્રત્યન કર્યો હતો તે બાઇક જ હડફેટે આવી ગયુ હતુ અને આશરે 10 ફુટ જેટલુ ઢસડાતા બાઇકનાં ચાલક અને ખંભાળીયાનાં લાલપરડા ગામનાં રહેવાસી ભાઇ-બહેનનુ઼ ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.
બીજી તરફ બસમાં સ્વાર 30 થી 35 મુસાફરો પૈકી 15 થી 20 મુસાફરોને ઇજા પહોંચવા પામી હતી. જો કે ઘટનાને પગલે ગ્રામજનો પણ ભેગા થઇ ગયા હતા અને 108ને જાણ કરાતા મોટી ઇજા પામેલાઓને જામ ખંભાળીયા ખાતે જયારે ઇજા પામેલા મુસાફરોને પોરબંદર ખસેડવામાં આવ્યા હતા. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો