તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર અસ્માવતી ઘાટ નજીક ડ્રેજીંગના અભાવે 7 બોટ ફસાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદરમાં નાની-મોટી 3 થી 4 હજાર જેટલી બોટો આવેલી છે. આ બોટો બંદરનું મુખ્ય બારૂં ગણાતા અસ્માવતી ઘાટ પાસેથી આવક-જાવક કરે છે. આ અકસ્માતી ઘાટ નજીક ડ્રેજીંગ કરવામાં આવ્યું નથી જેને કારણે રેતીના થર જામી ગયા છે જ્યારે ઓટ હોય તેવા સમયે બોટને અહીંથી પસાર થવું મુશ્કેલ બને છે. ગઈકાલે એક બોટ રેતીના કારણે બંદરમાં પ્રવેશી શકી ન હતી અને દરિયાના મોજાના કારણે છેક ચોપાટી નજીકના વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં ભેખડમાં ફસાઈ જતાં આ બોટ ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે.
છેલ્લા 4 વર્ષથી ડ્રેજીંગ નહીં થતાં 8 થી 10 ફૂટ રેતીના થર જામ્યા

આ ઉપરાંત અવારનવાર બોટો રેતીમાં ફસાઈ જતી હોય જેને કારણે બોટને નુકસાન પહોંચે છે અને બોટમાલિકને આર્થિક ફટકો પણ પડે છે. આજે સવારે બંદરમાં પ્રવેશી રહેલી 7 જેટલી બોટો રેતીમાં ફસાઈ હતી. આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં માછીમારો અન્ય બોટ લઈને દોડી ગયા હતા અને મહામુસીબતે આ બોટને બહાર કાઢી હતી. ડ્રેજીંગ કરવા માટે અવારનવાર બોટ એસોસીએશન અને ખારવાસમાજ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં જવાબદાર તંત્ર દ્વારા ડ્રેજીંગ કરવામાં આવશે તેવા માત્ર આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા છે. હવે તો માછીમારોની ધીરજ પણ ખૂટી છે ત્યારે તાત્કાલીક અસરથી અસ્માવતી ઘાટ સહિતના વિસ્તારોમાં ડ્રેજીંગ કરવામાં આવે અને માછીમારોની મુશ્કેલી દૂર થાય તેવી માંગ ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો