પોરબંદરમાં મહિલાએ જાત જલાવી, આપઘાતને લઇ પરિવારજનો શોકમય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

 

પોરબંદર: કુતિયાણા તાલુકાના અમર ગામે રહેતી મહિલાને છેલ્લા દોઢ વર્ષથી માનસિક બીમારી હોય અને આ બીમારી દવા કરાવવા છતા પણ સારૂ ન થતા મહિલાએ ગઈકાલે પોતાની મેળે કેરોસીન છાંટી સળગી જતાં તેમનું મોત નિપજ્યું હતુ. મહિલાના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

 

કુતિયાણાના અમર ગામે રહેતી મણીબેન જીવાભાઈ રાઠોડ (ઉ. વ. 45) નામની મહિલાને છેલ્લા દોઢ વર્ષથી માનસિક બીમારી હોય. આથી તેમણે પોતાની મેળે કેરોસીન છાંટી સળગી જતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ મહિલાને સારવાર મળે તે પહેલાં જ દમ તોડ્યો હતો અને હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલાના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...