તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં 5 વર્ષના પુત્રને સાથે લઇ પરિણીતા અઠવાડીયાથી ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદરની પરિણીતા પોતાના 5 વર્ષના પુત્ર સાથે ગૂમ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ આદરી છે, પરંતુ અઠવાડીયાથી કોઈ ભાળ નહીં મળતા પરિવારજનો ચિંતાતુર થઈ ગયા છે અને આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પતિ- તેમજ પરિવારજનોની શોધખોળ બાદ ન મળતા ફરિયાદ
પોરબંદરની સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેક્ટરીના બાલાજીનગર દંગામાં રહેતા કાનાભાઈ પંચાસરાની પત્ની મધુ તા. 5/9/16 ના તેમના 5 વર્ષના પુત્ર જીજ્ઞેશને લઈ ક્યાંક ગૂમ થઈ ગઈ છે. પતિ તેમજ પરિવારજનોએ શોધખોળ કરતા કોઈ જ ભાળ નહીં મળતતા પતિએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની ગૂમ થઈ ગયાની ફરીયાદ નોંધાવી હતી.

ગણેશ સ્થાપનમાં ગયેલી યુવતી પરત ન ફરી
પોરબંદર તાલુકાના બખરલા ગામે ગણેશ સ્થાપનમાં જવાનું કહી યુવતી ગૂમ થતાં પરિવારજનોએ પોલીસમાં ફરીયાદ કરી હતી. ચંદુભાઈ રતિભાઈએ પોતાની 21 વર્ષની દીકરી વૈશાલી મોટાબાપુને ત્યાં ગણેશ સ્થાપનામાં દર્શન કરવાનું જણાવી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. વૈશાલીના પિતા ચંદુભાઈની ફરીયાદના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો