રેસ્ક્યુ / પોરબંદરમાં કારના એન્જિનમાં અજગર ફસાયો, બહાર કાઢતા બે કલાક લાગી

The python trapped car engin in porbandar
X
The python trapped car engin in porbandar

  • એન્જિનમાં 6થી 7 ફૂટ લાંબો અજગર ફસાયો હતો
  • નજીકમાં આવેલી ખાડીમાંથી અજગર આવ્યો હોવાનું અનુમાન

DivyaBhaskar.com

Dec 30, 2018, 04:18 PM IST
પોરબંદર: પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં પાર્ક કરેલી એક કારના એન્જિનમાં અજગર ફસાયો હતો. બાદમાં સર્પવિદોને જાણ કરી હતી અને બે કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કઢાયો હતો. 
1

માલિકે કાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્ટાર્ટ ન થઇ

માલિકે કાર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્ટાર્ટ ન થઇ
સોસાયટીમાં રહેતા જેરામભાઇએ પોતાની કાર ઘર નજીક પાર્ક કરી હતી અને આજે સવારે તેઓએ ગાડી સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી સ્ટાર્ટ નહીં થતા અંતે બોનેટ ખોલી તપાસ કરા એન્જિનમાં 6થી 7 ફૂટ લાંબો અજગર ફસાયેલો જોવા મળ્યો હતો. નજીક રહેલી ખાડીમાંથી અજગર કારમાં ઘૂસ્યો હોય તેવું જાણવા મળ્યું હતું. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી