માધવપુરના દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવા હજ્જારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

સમુદ્રમાં સ્નાનનું અનેરૂં મહત્વ હોવાથી માધવપુર મિની મથુરા બનશે, લોકો સ્નાન કરી માધવરાયજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 11:19 PM
દરિયામાં સ્નાન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા
દરિયામાં સ્નાન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા

માધવપુર: પોરબંદર જિલ્લાના માધવપુર (ઘેડ) ખાતે દિવાળી તહેવાર બાદ ભાઈબીજના દિવસે સ્નાન કરવાનું અનેરૂં મહત્વ રહેલું છે ત્યારે આ દિવસે હજ્જારો શ્રદ્ધાળુઓ માધવપુરના દરિયામાં સ્નાન કરી ધન્યતા અનુભવશે.

માધવપુર (ઘેડ) ખાતે ભાઈબીજના દિવસે માધવપુરના સમુદ્રમાં સ્નાન કરવાનું મહત્વ રહેલું છે. મથુરામાં જે રીતે લોકોમાં સ્નાન કરવા જાય છે અને સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે માધવપુરના દરિયામાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. માધવપુરનો બીચ સોમનાથ-દ્વારકા નેશનલ હાઈવે પર આવેલો છે. બારેમાસ માધવપુરના બીચ ખાતે પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. માધવપુરમાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા.

માધવરાયજીનું મંદિર પણ અનેરૂં મહત્વ ધરાવે છે. લોકવાયકા મુજબ માધવપુરના સમુદ્રમાં ભાઈ-બીજના પવિત્ર દિવસે યમુના નદીની પધરામણી થતી હોય છે. માધવપુરનો દરિયો યમુના ઘાટ જેટલું મહત્વ ધરાવે છે. આથી ભાઈ-બીજના પવિત્ર તહેવારને લઈને માધવપુરના દરિયામાં હજ્જારો લોકો સ્નાન કરે છે અને માધવરાયજીના મંદિરે પણ દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે.

દરિયામાં સ્નાન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા

માધવપુરના દરિયામાં ભાઈબીજના દિવસે હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે ઉમટી પડે છે ત્યારે માછીમારો દ્વારા દરિયામાં બોટો સતત ફરતી રાખવામાં આવે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે અને યાત્રાળુઓ માટે સામાજીક સંસ્થાઓ દ્વારા ઠંડાપીણા, પીવાનું પાણી, છાશ સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. તસ્વીર -પરેશ નિમાવત

X
દરિયામાં સ્નાન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાદરિયામાં સ્નાન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App