તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નર્સિંગ શાળામાં મીડવાઇફ યરની ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નર્સિંગ એન્ડ મીડવાઇફ યરની ઉજવણી પોરબંદરની નર્સિંગ સ્કૂલ ખાતે યોજાઇ હતી. તેમજ વિદ્યાર્થીનીઓનો શપથવિધી કાર્યક્રમ યોજાયો હતો. આ શપથવિધીમાં ભાવસિંહજી હોસ્પીટલના સી.ડી.એમ.ઓ. ડો.ઠાકોર, ડો.મોઢા, જૂનાગઢ નર્સિંગ કોલેજના આચાર્ય આર.સી.સવસાણી, પોરબંદર નર્સિંગ સ્કૂલના આચાર્ય અરવિંદભાઇ રાજ્યગુરૂ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડાન્સ, ડ્રામા તથા પિરામીડનું પ્રદર્શન યોજાયુ હતુ. તેમજ વર્ષ દરમ્યાન થયેલા કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલી વિદ્યાર્થીનીઓને પુરસ્કાર તેમજ મોમેન્ટોનું વિણરણ કરવામાં આવ્યુ હતુ. અને જે નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીનીઓ ભાવસિંહજી હોસ્પિટલમાં તાલીમ માટે જવાના હતા તેઓની શપથવિધી યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ દિપ અને ઇશ્વરની સાક્ષીએ દર્દીઓ સાથે સમભાવ રાખવા અને ભેદભાવ વગર દર્દીઓની સેવા કરવાના શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો