તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓએ યોગ વિશે માર્ગદર્શન મેળવી નિયમિત યોગ કરવા સંકલ્પ લીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં સમસ્ત બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્વારા ગોપનાથ મહાદેવના મંદિર ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને અહીં નિષ્ણાંતો દ્વારા યોગ વિષે પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . આ અંગે મહિલા પાંખના જિલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકરે યોગ અંગે માર્ગદર્શન આપતા એવું જણાવ્યું હતું કે યોગ નિયમિત રીતે કરવાથી શરીરનું સમતુલન જળવાઈ રહે છે અને ઘણી ખરી બિમારીઓ પણ થતી નથી. બહેનોએ નિયમિતરૂપે યોગ કરવા અંગે સંકલ્પ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...