Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણીમાં NSUIના આગેવાનો પર થયેલ ફરિયાદ પાછી ખેંચો
પોરબંદર જીલ્લા અેનઅેસયુઅાઇ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઅોઅે પોરબંદર જીલ્લા પોલીસવડા કચેરીના અધિકારીને લેખીતમાં રજૂઅાત કરી અાવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે તાજેતરમાં ગુજરાત યુનિવર્સીટીની ચુંટણીમાં અેનઅેસયુઅાઇનો વિજય થતા અેબીવીપી દ્વારા પ્રોફેસરનો ઉપયોગ કરી, અેનઅેસયુઅાઇના અાગેવાનો પર ખોટી ફરીયાદ દાખલ કરી હતી, જેનો કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સીટીમાં સેનેટ વેલ્ફરની ચુંટણી યોજવામાં અાવી હતી જેમાં અેબીવીપીની હાર થતા તેના અાગેવાનો દ્વારા સ્થાનિક પોલીસ સાથે મારામારી કરી હતી. પોલીસ દ્વારા અેબીવીપીના કાર્યકર્તાઅો પર કોઇ ફરીયાદ કરવામાં અાવી ન હતી પરંતુ સામે પ્રોફેસરને સાથે રાખીને અેનઅેસયુઅાઇના અાગેવાન પર ખોટી ફરીયાદ કરવામાં અાવી છે, જેથી અેબીવીપીના શખ્સો સામે પોલીસ ફરીયાદ કરવામાં અાવે તેમજ અેનઅેસયુઅાઇના અાગેવાનો સામે કરવામાં અાવેલ ખોટી ફરીયાદ પાછી ખેંચવાની માંગ કરી હતી, અને જો અા અંગે કોઇ ઉકેલ નહી અાવે તો અાગામી દિવસોમાં ગુજરાતભરમાં અેનઅેસયુઅાઇ અને યુથ ઉગ્ર અાંદોલન કરશે તેવી ચીમકી પણ અાપી છે.
સ્થાનિક પોલીસ હુમલા મુદ્દે ABVP ના કાર્યકરો દ્વારા એસપી કચેરીએ આવેદન પાઠવાયું