સૌરાષ્ટ્રમાં પવનની ગતિ 40 કિમી સુધી પહોંચશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર સહીત સૌરાષ્ટ્રમાં પવનની ગતિ પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટર સુધી પહોંચવાની શક્યતા છે અને મેઘગર્જના સાથે હળવા ઝાપટા પડવાની સંભાવના છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન કાળઝાળ તડકા પડતા હતા. ધગધગતા તડકા અને ગરમીથી બચવા માટે લોકો અથાગ પ્રયાસો કરતા હતા પરંતુ હાલ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે.

આ અંગે હવામાન વિભાગે એવું જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકિનારા અને ખાસ કરીને પોરબંદર જિલ્લામાં આગામી તા. 12 સુધી ગાજવીજ અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પવનની ઝડપમાં વધારો થશે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે મેઘગર્જના સાથે હળવા વરસાદી ઝાપટા પડશે.

અન્ય સમાચારો પણ છે...