તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરની મહિલા કોલેજમાં વાલી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | રાજરત્ન શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલીત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વાલી અને વિદ્યાર્થી સંમેલનનું આયોજન થયું હતું. 2 ચરણોમાં યોજાયેલ પ્રસંગે પ્રથમ ચરણમાં એવોર્ડ વિતરણ તેમજ કોલેજ દ્વારા વિદ્યાર્થીની બહેનોના સર્વાંગી વિકાસને લઈ માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમના બીજા ચરણમાં વિનયન વિદ્યાશાખાની વિદ્યાર્થીનીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા અને 45 જેટલી બહેનોએ અલગ-અલગ કૃતિઓ પ્રસ્તુત કરી સૌને પ્રભાવિત કર્યા હતા. ્રિન્સીપાલ અનુપમ નાગરના માર્ગદર્શન હેઠળ કલાસમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...