તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 12 જાન્યુઆરીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર જિલ્લાનાં મતદારો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની કચેરી ખાતે, સંબંધિત મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કચેરી ખાતે, સંબંધીત નગરપાલિકાની વોર્ડની કચેરી ખાતે, ગ્રામ પંચાયત કચેરી ખાતે તથા ઓનલાઇન nvsp.in પોર્ટલ પર તેમજ www.ceo.gujarat.gov.in વેબસાઇટ પર મતદાર પોતાના નામ, ફોટો વગેરેની ચકાસણી કરી શકશે.

18 વર્ષ પૂર્ણ કરનાર વ્યક્તિ ફોર્મ નં-6 ભરી મતદારયાદીમાં પોતાનું નામ દાખલ કરી શકશે. મતદારયાદીમાં કોઇ નામ સામે વાંધો લેવાનો હોય અથવા નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરવુ, મતદારની વિગતોમાં ભુલ હોય તો સુધારો કરવા માટે ફોર્મ નં-8 ભરી શકાશે. આ કામગીરી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા.12 જાન્યુઆરીનાં રોજ દરેક મતદાન મથક ખાતે સવારનાં 10થી સાંજના 5 વાગ્યા સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો