તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોલીબોલ સ્પર્ધા : તાલુકા કક્ષાએ વિજેતા બનેલી 20 ટીમોએ ભાગ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ખેલ મહાકુંભ અંતર્ગત વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા બનેલ 20 ટીમોએ ભાગ લીધો હતો. પોરબંદરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ તેમજ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ અંતર્ગત અલગ-અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વોલીબોલ સ્પર્ધામાં અલગ-અલગ કેટેગરી મુજબ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જીલ્લા ભરમાંથી વિજેતા બનેલ 20 ટિમોએ ભાગ લઇ પોતાનું કૌવત બતાવ્યું હતું. વોલીબોલ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકો આગામી સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તેવું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...