તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્તુ ડેમ જર્જરીત : ડાયવર્ઝન કરાતા વાહન ચાલકોને 12 કિમીની પરીક્રમા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર-મજીવાણા અને સોઢાણા વચ્ચે વર્તુ નદી પરનો પૂલ અતિ જર્જરીત બન્યો હોય જેથી મોટી દુર્ઘટના સર્જાવવાની દહેશત ઉભી થતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશભાઇ તન્ના દ્વારા આ પૂલ પરથી ભારે વાહનોને પસાર થવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને ડાયવર્ઝન રસ્તો કાઢવામાં આવ્યો છે. વાહનો અા પૂલના બદલે ડાઇવર્ઝન રસ્તા પરથી પસાર થાય છે ત્યારે રામવાવના પાટીયાથી ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે, જે કુણવદર, મોરાણા, પારાવાડા અને સોઢાણા તરફ આપવામાં આવ્યુ છે, જેનું અંતર 12 કીમી નું છે, એવી જ રીતે ખંભાળીયા અને રાવલ તરફથી આવતા વાહનોને સોઢાણાથી આ જ રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. કુલ 20 કીમીનું અંતર છે પરંતુ રામવાવના પાટીયાથી સોઢાણા સુધીનો 8 કીમીનો રસ્તો છે, ડાયવર્ઝન આપવામાં આવતા 20 કિમીનું છે, આ જ રીતે આ ડાયવર્ઝન 12 કિમીનું થાય છે, જેથી અા ડાયવર્ઝન રસ્તા પરથી અાવતા-જતા વાહન ચાલકોને 12 કીમીનું અંતર કાપીને પ્રદક્ષીણા કરવી પડે છે, અાથ વાહન ચાલકોને પેટ્રોલ, ડિઝલ સહિતનો વધુ ખર્ચ ભોગવવો પડે છે તેમજ સમયસર પોતાના મુકામે પહોંચી શકતા ન હોવાથી અાવા ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. ડાયવર્ઝન માટે રસ્તો બનાવવાનુ કામ ચાલુ છે પરંતુ અા કામ ધીમી ગતીઅે ચાલતુ હોય, તેમજ અા વર્તુ નદી પરનો પૂલ ચોમાસા પહેલા રીપેર કરવામાં નહી અાવે તો હાલ જે રસ્તે વાહનો ચાલે છે તેમાં કુણવદર પાસેનો પૂલ પણ જર્જરીત છે અને પારાવાડા ગામે વર્તુ નદીમાં બેઠો પૂલ છે તેમાં પણ રેલીંગ નથી, ચોમાસ દરમ્યાન પારાવાડા ગામ પાસેના બેઠા પૂલ પરથી વરસાદનું પાણી વહે છે અને મજીવાણા-સોઢાણા વચ્ચેનો પૂલ ચોમાસા પહેલા રીપેરીંગ કરવો જરૂરી છે, નહીતર પોરબંદર-જામખંભાળીયા, જામરાવલ, જામનગર જવા માટેના તમામ રસ્તા સદંતર બંધ થઇ જશે. અાથી અાવા પૂલીયાના કામમાં ઝડપી કામગીરી હાથ ધરાઇ તેવી માંગ પ્રબળ બની છે. તસવીર : ધીરૂભાઇ નિમાવત

પેટ્રોલ-ડિઝલ અને સમયનો વેડફાટ થતાં હાલાકી
અન્ય સમાચારો પણ છે...