તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોષણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ, 22 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં પોષણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો છે. અાગામી 22 માર્ચ સુધી પોષણના મહત્વ અંગે વિવિધ કાર્યક્રમો યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા પંચાયતના અાઇસીડીસી વિભાગ દ્વારા 8 મી માર્ચથી 22 માર્ચ સુધી પોષણ પખવાડીયાની ઉજવણીનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ, જેમાં 8 મી માર્ચના રોજ અા ઉજવણીનો પ્રારંભ કરવામાં અાવ્યો હતો, જોકે અા દિવસે માતા યશોદા અેવોર્ડ કાર્યક્રમ મુલતવી રાખવામાં અાવ્યો હતો. અા ઉજવણી અાંગણવાડી વર્કર દ્વારા કરવામાં અાવી રહી છે. જીલ્લામાં પોષણ સંકલ્પ પર ભાર મુકવા તેમજ સ્વચ્છતા હી સેવા માટે પોષણ રેલી યોજાઇ હતી તેમજ ઘરે ઘરે પોષણનો સંદેશ, કિચન ગાર્ડન તૈયાર કરવા માટેની પ્રેરણા અાપવામાં અાવી હતી. હોળીના દિવસે પોષણ અંગેનો પ્રસાર કરવામાં અાવ્યો હતો. 11 તારીખે અેનીમીયા કેમ્પ તેમજ પોષણ મોનીટરીંગનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ, 12 તારીખે જિલ્લાની અાંગણવાડી વિસ્તારોમાં ઘરે ઘરે સ્વચ્છતાના મહત્વ અંગેનો સંદેશો પાઠવવામાં અાવ્યો હતો અને બાળકોને હાથ ધોવાની સાચી રીતે બતાવવામાં અાવી હતી. 13 તારીખે અાંગણવાડી વર્કર, અાશા, અેઅેનઅેમ અે પોષણના મહત્વ અંગે ગૃહ મુલાકાત લીધી હતી. 14 તારીખે પોષણ સંવાદ વિષે યુવાનોની મીટીંગ યોજાશે, 15 તારીખે કિશોરી જાગૃતિ અભિયાન તેમજ 16 તારીખે ખેડુત મંડળની સભા, હાર્ટ અને ગુજરી બજાર યોજાશે. 17 તારીખે અન્નપ્રાસ દિવસની ઉજવણી તેમજ 18 તારીખે મમતા દિવસ ઉજવાશે, 19 તારીખે તાલુકા ખેડુત મંડળ સભા હાર્ટ અને ગુજરીમાં પોષણ સંવાદ યોજાશે. 20 તારીખે અેનેમીયા કેમ્પ અેટલે કે જે કિશોરીઅો અને સગર્ભાઅોનું અેચબી અોછુ હોય તેઅોને અાઇઅેફઅે ગોળીઅોનું વિતરણ કરવામાં અાવશે. 21 તારીખે સાયકલ રેલી અને 22 તારીખે ગ્રામકક્ષાઅે મીટીંગનુ
અાયોજન કરાશે.

પોરબંદર જિલ્લામાં 18 માર્ચે મમતા દિવસની ઉજવણી કરવામાં આવશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો