તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં તરબુચ બન્યા મતદાર જાગૃતિનું માધ્યમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ધમધોકાર તડકો પડી રહ્યો છે. કાળઝાળ તાપ અને લૂ ની વચ્ચે લોકો ઠંડકની અનુભૂતિ કરવા શીતળતા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે લોકોને ઠંડક આપવા સાથે તબિયત તરોતાજા રાખવા લોકો ઉનાળામાં તરબુચની ખરીદી કરતા હોય છે. આરોગ્યવર્ધક તરબુચ સાથે પોરબંદર જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા મતદાર જાગૃતિના સ્લોગન ચીપકાવી તરબુચને મતદાર જાગૃતિનું માધ્યમ બનાવવામાં આવ્યા છે. લોકો તરબુચ હોંશેહોંશે ખરીદવાની સાથે ચૂંટણીતંત્રની મતદાન જાગૃતિની આ કામગીરીને બિરદાવી રહ્યા છે. ચૂંટણીતંત્ર દ્વારા લોકજાગૃતિ માટે બજારમાં તરબુચ ઉપર સ્લોગન મૂકીને મતદારોને તા. 23 એપ્રિલના રોજ મતદાન કરવા અંગે અપીલ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...