તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

18 થી 40 વર્ષની વયનાં અસંગઠિત શ્રમિકોને રૂ. 3 હજારનું પેન્શન મળશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત સરકાર દ્વારા અસંગઠિત શ્રમયોગીઓ માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત માસિક રૂપીયા 15,000 કે તેથી ઓછી આવક ધરાવતા 18 થી 40 વર્ષની વય ધરાવતા અસંગઠિત શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. પોરબંદર જિલ્લામાં આ યોજના અંતર્ગત સી.એસ.સી. સેન્ટર પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત 50 ટકા લાભાર્થીઓ અને 50 ટકા ભારત સરકાર માસિક ફાળો આપશે. જ્યારે શ્રમયોગી 60 વર્ષની ઉંમર પૂર્ણ કર્યેથી DBT થી માસિક રૂપીયા 3000 નું નિશ્ચિત પેન્શન શરૂ થશે તેમજ 60 વર્ષની ઉંમર બાદ શ્રમયોગીના મૃત્યુના કિસ્સામાં તેના પતિ/પત્નીને 50 ટકા પેન્શનની રકમ મળશે. આ યોજનામાં નોંધણી માટે આધારકાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર આપવા જરૂરી છે. લાભાર્થીએ જરૂરી આધાર-પુરાવા સાથે કોમન સર્વિસ સેન્ટર પર જ નોંધણી કરાવવાની રહેશે. સંગઠિત શ્રમયોગીઓ તેમજ ઈન્કમટેક્સ ભરતા શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

કોને મળી શકે આ યોજનાનો લાભ ?
આ યોજનાના સંભવિત લાભાર્થીઓમાં બાંધકામ શ્રમયોગીઓ, આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ, ખેતમજુરો, રીક્ષાચાલકો, આશાવર્કરો, એ.પી.એમ.સી. માં કામ કરતા મજુરો, મધ્યાહન યોજનાના વર્કરો, લારી ગલ્લા ધારકો, શાકભાજીવાળા ફેરીયાઓ, બીડી વર્કરો, ઘરેલુ કામદારો, હેન્ડલુમ કારીગરો, આંગણવાડી વર્કરો, હોમબેઈઝ વર્કરો વગેરેને લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો