વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી : પોરબંદર NSUIએ મહાનુભાવોની પ્રતિમાઓની સફાઇ કરી હારતોરા કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લા NSUI દ્વારા વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. જિલ્લામાં તમામ મહાનુભાવોની પ્રતિમાઓની સાફ-સફાઇ કરી આ દિવસને ઉજવ્યો હતો. આ ટીમે મહાનુભાવોની પ્રતિમાઓને પાણી વડે સાફ કરીને પુષ્પહાર પહેરાવ્યા હતા. તેમજ ગત 14-02-2019 ના રોજ પુલવા ખાતે આંતકી હુમલામાં દેશના 44 જવાનો શહીદ થયા હતા તેઓને યાદ કરીને શ્રધ્ધાંજલી આપી હતી. અને પોરબંદરની NSUI ટીમે એવું જણાવ્યુ હતુ કે દેશભકિતથી મોટો કોઇ પ્રેમ નથી હોતો.
અન્ય સમાચારો પણ છે...