તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર જિલ્લામાં સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ સાન્દીપનિ આશ્રમ પાછળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ સાન્દીપનિ આશ્રમ પાછળ ગરધરા વોંકળા પર રાંઘાવાવ અનુશ્રવણ તળાવ ઉંડુ કરવાની કામગીરીનો સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજનાના ચેરમેન ડો.ભરત બોઘરાએ પ્રારંભ કરાવ્યો હતો. સાન્દીપનિ વિદ્યાનિકેતનના સહયોગથી 7.95 લાખના ખર્ચે 26,500 ઘનમીટર માટીનો જથ્થો ખોદાણ કરી 10 એપ્રીલ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ તળાવની જળસંગ્રહ શક્તિ 88.45 લાખ ઘન ફૂટ છે જેને ઊંડુ ઉતારવાથી 9.35 લાખ ઘનફૂટ પાણીનો જથ્થો વધુ સંગ્રહી શકાશે. જેનાથી 65 હેક્ટર જમીન પર સિંચાઈનો પ્રત્યક્ષ તેમજ અંદાજે 80 જેટલા કૂવાના તળ ઊંચા આવશે. જેથી આજુબાજુના વિસ્તારના રહીશોને મીઠા પાણીની સુવિધા પણ મળશે. જિલ્લામાં 3.32 કરોડનાં ખર્ચે 199 જળસંચયનાં કામો હાથ ધરાશે. તેમ જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાએ જણાવ્યં હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો