તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરટીઇ હેઠળ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણામાં 1625 ફોર્મ ભરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 અને આર.ટી.ઈ. નિયમો-2012 અંતર્ગત પોરબંદર જિલ્લાની તમામ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ 1 માં નબળા અને વંચીત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જેના ફોર્મ ભરવા માટે પોરબંદર જિલ્લામાં 3 સેન્ટરો ખોલવામાં આવ્યા છે. પોરબંદરમાં આ વખતે એમ.ઈ.એમ. સ્કૂલ ખાતે આર.ટી.ઈ. પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રાણાવાવ અને કુતિયાણામાં બી.આર.સી. ભવન ખાતે આર.ટી.ઈ. ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 5 દિવસમાં પોરબંદર જિલ્લામાં કુલ 1625 જેટલા ફોર્મ ઓનલાઈન ભરવામાં આવ્યા છે. હજુ તા. 15/4 સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે. હજુ શરૂઆતના તબક્કે જ 1625 ફોર્મ ભરાયા છે ત્યારે પ્રથમ તબક્કામાં 1030 સુધીનો ટાર્ગેટ છે અને આ ઓનલાઈન ફોર્મ ગાંધીનગર ખાતે ચકાસણી થશે અને મેરીટ પ્રમાણે પ્રવેશ અપાશે.ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યાં કનેક્ટીવીટી પ્રોબ્લેમ, વારંવાર સર્વરમાં પ્રોબ્લેમ થતા હોય જેથી ફોર્મ ભરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. સમય મર્યાદા વધારવા તેમજ વધુ બે સેન્ટર ફાળવવા માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...