તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar News Under The National Mental Health Program Detailed Guidelines For Mental Illness Its Types And Treatment Were Given 033645

નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત માનસિક રોગો, તેના પ્રકારો અને ઈલાજ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત સરકારે 1982 થી નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કર્યો છે. પોરબંદર જિલ્લામાં પણ આ આયોજનના નોડલ ઓફિસર ભાવસિંહજી હોસ્પિટલના સિવિલ સર્જન તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન વચ્ચે થયેલા કરાર મુજબ માનસિક રોગ નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું અમલીકરણ થઈ રહ્યું છે. સંસ્થાના સેવાભાવીઓ તથા માનસશાસ્ત્રના નિષ્ણાંતો પોરબંદર જિલ્લાભરની શાળાઓમાં તથા કોલેજોમાં જઈ માનસિક રોગ અને તેના પ્રકારો, માનસિક રોગો અંગે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ, માનસિક રોગના લક્ષણો, હતાશ થયેલ વ્યક્તિને કેમ ઓળખવી ω તેની સાથે કેવું વર્તન કરવું, આત્મહત્યા કરવા ઈચ્છતી વ્યક્તિને શું માર્ગદર્શન આપવું, ઘડપણમાં થતી હતાશા અને તેના ઈલાજો અંગે માર્ગદર્શન અપાય છે. સરકારી હોસ્પિટલ ખાતે માનસિક રોગોની સારવારની સુવિધા વગેરે વિષે પણ માહિતી અપાય છે. ચાલુ વર્ષના અંત સુધીમાં 50 જેટલા નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામો ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા યોજાયા છે અને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કાઉન્સેલીંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. આમ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વધુ એક વખત માનસિક આરોગ્ય કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના સી.જી. જોષી, જનકભાઈ પંડિત, અકબરભાઈ સોરઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...