તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં બાઈક પર દારૂની હેરાફેરી કરતા 2 શખ્સ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં એરપોર્ટ સામેથી બાઈક પર દારૂની હેરાફેરી કરનાર શખ્સોને એલ.સી.બી. એ ઝડપી લીધા હતા.

જલારામ કોલોનીમાં રહેતો ચિંતન ધીરૂ ચામડીયા અને ઝુરીબાગ શેરી નં. 2 માં રહેતો યશ નિતેશ મકવાણા નામના શખ્સો પોતાનું બુલેટ બાઈક જીજે 25 એસ 0864 ચલાવીને એરપોર્ટ સામેથી પસાર થતા એલ.સી.બી. ના સ્ટાફને મળેલ ચોક્કસ હકીકતનાં આધારે આ બાઈકની અટક કરી તપાસ કરતા તેઓના કબ્જામાંથી 23 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી લીધા હતા અને બાઈક, મોબાઈલ સહિત 1,43,900 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રાણા ખીરસરા ગામે રહેતા પ્રશાંત જોષીએ સખપુર ગામે રહેતા રાજુ નારણ મોરી પાસેથી અપાવેલની કબુલાત આપી હતી તેમજ આ દારૂનો જથ્થો ઝુરીબાગ શેરી નં. 12 માં રહેતો નિશાંત કિશોર ડાભીને વેચાણ આપવાનો હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેય શખ્સ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ ઉદ્યોગનગરનાં ASI એસ.એન. સામાણી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...