વિરડીપ્લોટ વિસ્તારમાં ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ

Porbandar News - trimmers of sewerage in the viridipot area 070513

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
પોરબંદરના વિરડીપ્લોટ વિસ્તારમાં ગટર ઉભરાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીં અનેક દિવસોથી સફાઈ નહીં થતા રોગચાળાનો ભય પણ જોવા મળે છે.

પોરબંદરના વિરડીપ્લોટ વિસ્તારમાં ભૂગર્ભગટરની કામગીરી પૂર્ણ થતા જુની ગટરો ઉભરાવાની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે, અવારનવાર આ વિસ્તારમાં ગટરો ઉભરાવવાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગટરોના ગંદા પાણી રોડ પર ફરી વળે છે જેથી સ્થાનિકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત સફાઈ નહીં કરવામાં આવતા ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ ફાટી નીકળ્યો છે જેથી આ વિસ્તારમાં ભારે ગંદકીને કારણે રોગચાળાનો ખતરો ઉભો થયો છે. ગટરના ગંદા પાણીને કારણે તિવ્ર દુર્ગંધ પણ ફેલાઈ છે જેથી બહારથી આવતા મહેમાનો પણ ગંદકીને કારણે ત્રાહીમામ પોકારી ઉઠે છે. આ વિસ્તારમાં એક પરિવારના વૃદ્ધાનું અવસાન થતા તેમની ક્રિયાઓ માટે આવ-જા કરતા લોકોને ગંદકીના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

X
Porbandar News - trimmers of sewerage in the viridipot area 070513
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી