સુતારવાડામાં ભારે વાહનોથી દરરોજ સર્જાય છે ટ્રાફિકની સમસ્યા : હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં આવેલ સુતારવાડા વિસ્તારમાં ભારે વાહનો દરરોજ પસાર થતા હોય જેથી અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ખૂલ્લેઆમ જાહેરનામાનો ભંગ થતો હોવા છતાં ટ્રાફિક પોલીસ પણ મૌન સેવી રહી છે. સુતારવાડા વિસ્તારમાં ગ્રામીણ પંથકના લોકો ખરીદી કરવા માટે આવતા હોવાથી લોકોનો દરરોજ ભારે ધસારો જોવા મળે છે. ગ્રામજનો દુકાનો પરથી ખરીદી કરેલ માલની સાંકડા માર્ગો પર વાહનો પાર્ક કરી ખરીદી કરેલ માલ વાહનોમાં ભરતા હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના કારણે લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં વિલંબ કરાતો હોવાના કારણે સુતારવાડામાંથી પસાર થવામાં પણ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક રીતે ભારે વાહનોની અવરજવર રહે છે અને આડેધડ પાર્કિંગ પણ થાય છે. છતાં પણ ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીં ટ્રાફિકની સમસ્યાને કારણે વેપારીઓ અને રાહદારીઓ પણ મુંઝવણમાં મૂકાઈ રહ્યા છે. માટે જવાબદાર તંત્ર દ્વારા ભારે વાહનોને પ્રવેશવા પર જાહેરનામું બહાર પડાયું છે તેની અમલવારી કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મોટાભાગની ચીજવસ્તુઓની આ વિસ્તારમાંથી જ લોકો ખરીદી કરતા હોય છે. આખા વર્ષ દરમિયાન અહીં ટ્રાફિકની સમસ્યા રહેતી હોવા છતાં ટ્રાફિક પોલીસની પણ હાજરી નથી હોતી જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.