શ્રાવણની શરૂઆત પૂર્વે શ્રીનાથજી હવેલી પાસે ટ્રાફિકજામ સર્જાયો

Porbandar News - traffic jam was created near shrinathji haveli before the start of shravan 070514

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
પોરબંદરના માણેક ચોક વિસ્તારમાં આવેલ શ્રીનાથજીની હવેલી પાસે ટ્રાફિક જામ સર્જાય છે. આ હવેલી પાસે ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિમંદિર આવેલું છે અને આ જ વિસ્તારમાં માણેકચોક શાકમાર્કેટ પણ આવેલી છે, જેથી અસંખ્ય વાહનચાલકો તેમજ રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે અને પર્યટકોની પણ અવર-જવર રહેતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાય છે. શ્રાવણ માસની શરૂઆત થાય તે પૂર્વે જ હવેલી રોડ ઉપર ભારે ધસારો જોવા મળે છે. શ્રાવણ માસમાં હવેલીઓમાં હિન્ડોળા દર્શન યોજાતા હોવાથી દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે ત્યારે વધુ ટ્રાફિક જામ સર્જાતો હોય છે. આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ મૂકવા માંગ ઉઠી છે.

X
Porbandar News - traffic jam was created near shrinathji haveli before the start of shravan 070514
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી