વેકેશનની રજાઓને લીધે પોરબંદરના કિર્તીમંદિર ખાતે પ્રવાસીઓનો ધસારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ અને સુદામાભૂમી પોરબંદરમાં વર્ષભરમાં અસંખ્ય યાત્રાળુઓ દેશ-વિદેશમાંથી આવતા હોય છે. હાલ વેકેશનના સમયગાળાને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં પ્રવાસીઓ કીર્તિમંદિર ખાતે આવે છે. દરરોજના અનેક પ્રવાસીઓ કીર્તિમંદિરની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે અને પ્રવાસને યાદગાર બનાવે છે. ત્યારે કીર્તિમંદિર ખાતે સુરક્ષાકર્મીઓ રવિવારે 11:30 વાગ્યે પણ જોવા મળ્યા ન હતા. કીર્તિમંદિર ખાતે મેટલ ડીટેક્ટર દરવાજા પાસે રાખવામાં આવેલ છે પરંતુ આ મેટલ ડીટેક્ટર પણ સુરક્ષાકર્મીઓના અભાવે બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે હજ્જારો પ્રવાસીઓ સાથે કીર્તિમંદિર સુરક્ષાની દ્રષ્ટિએ રામભરોસે જોવા મળી રહ્યું છે. આ અંગે કીર્તિમંદિર પોલીસ મથકે ફોન કરતા તાત્કાલીક સુરક્ષાકર્મીઓ હાજર થયા હતા અને સુરક્ષાકર્મી ટ્રાફિક બ્રિગેડે એવું જણાવ્યું હતું કે હું પોલીસમથકે ગયો હતો અને ટપાલનું કામ હતું. આમ, સુરક્ષાકર્મીઓને કીર્તિમંદિર ખાતે ચાર્જ આપવામાં આવ્યો છે પરંતુ અન્ય કામ માટે સુરક્ષાકર્મીને મોકલતા કીર્તિમંદિર સુરક્ષા કર્મી વિહોણું બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...