તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસ્માવતી રીવરફ્રન્ટમાં આવતા પર્યટકો વાહન પ્રવેશનાં 10 થી લઇ 250 રૂપિયા ચૂકવવા મજબૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર શહેરમાં આવેલ અસ્માવતી રીવરફ્રન્ટ ખાતે સામાન્ય પરીવારના લોકોને પરવડે તેટલો ઓછો ચાર્જ વસૂલવા સીએમ એ લોકાર્પણ પ્રસંગે વહીવટી તંત્રને આદેશ કર્યો હતો, પરંતુ રાજયના મુખ્યમંત્રીના આદેશને તંત્ર ઘોળીને પી ગયુ હોય તેમ અહીં વાહનના રૂ.10 થી લઇ રૂ.250 સુધીના તોતીંગ ઉઘરાણા કરી રહ્યા છે. પોરબંદર શહેરમાં નરસંગ ટેકરી પાસે કરોડો રૂપિયાને ખર્ચે અસ્માવતી રીવરફ્રન્ટનું નવ નિર્માણ કરવામાં આવ્યુ છે. અને 40 કરોડથી પણ વધુના ખર્ચે આ રીવરફ્રન્ટ તૈયાર થયા બાદ રાજયના મુખ્યમંત્રીએ તેનું લોકાર્પણ કર્યુ હતુ. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સામાન્ય લોકો પ્રવેસ કરી શકે અને આ રીવરફ્રન્ટમાં પરીવાર સાથે અનેરો આનંદ માણી શકે તે માટે સામાન્ય નાગરીકોને પરવડે તેટલી પ્રવેસ ફી વસૂલવા આદેશ કર્યો હતો. પરંતુ આ હાલ આ રીવરફ્રન્ટમાં પ્રવેસ માટે લોકોને રૂ.10 ચૂકવવા પડે છે અને દર બે કલાકના દરે એક વાહન દીઠ રૂ.10 થી રૂ.250 સુધીના ધરખમ ભાડાના ઉઘરાણા થઇ રહ્યા છે. ટુવ્હીલરના રૂ.10 થી લઇ મોટા વાહનના બસો પચ્ચાસ વસૂલવવામાં આવી રહ્યા છે. જેના પગલે સામાન્ય પ્રજાજનોને અસ્માવતી રીવરફ્રન્ટમાં પ્રવેસ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે. અને અહીં વહીવટી તંત્ર તથા ખાનગી એજન્સીઓ પગદંડો જમાવીને બેસી હોય તેમ લોકોને ન પરવડે તેટલી વસૂલાત કરવામાં આવતી હોવાથી નગરજનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. માત્ર રવિવારના રજાના દિવસોએ જ લોકોની અહીં પાંખી હાજરી જોવા મળે છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા પ્રવેસ ચાર્જ ઓછો કરવામાં આવે તેવી નગરજનોની પણ ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

CMનાં આદેશનો ઉલાળ્યો કરી વહીવટી તંત્રએ લોકો પાસેથી પ્રવેશ ફીનાં ઉઘરાણા શરૂ કર્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો