તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના ગોસા ખાતે રાત્રીસભા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | તાલુકાના ગોસા ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રીસભા દરમિયાન ગ્રામજનોએ કેનાલ, પીવાના પાણી, જમીન માપણીને લગતા પ્રશ્નો તથા સામુહિક જરૂરીયાતો અંગે રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરે ગ્રામજનોના તમામ પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ કરવા સબંધીત અધિકારીઓને તાકિદ સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પ્રાંત અધિકારી કે.વી. બાંટી સહિત સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...