તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે સુદામાજીનો 120 મો પાટોત્સવ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીનો 120 મો પાટોત્સવ યોજાનાર છે. સુદામા પાટોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોષ સુદ આઠમને સોમવારના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 14 મી જાન્યુઆરી ને સોમવારે સવારે 9:30 થી 11:30 કલાક સુધી આયોજીત કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ તથા બાળસખા સુદામાજીના પાઠ, ગીતાપાઠ, વેદમંત્રનો મંગલઘોષ વગેરેનું આયોજન થયું છે. સાથોસાથ સુદામાજીના મંદિરે ધ્વજારોહણ થશે. આ તકે સ્વામિનારાયણ ગુરૂકુળના શાસ્ત્રી હરિપ્રકાશજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ તકે ધર્મપ્રેમીજનોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...