તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર નગરપાલિકા દ્વારા 2015 માં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નગરપાલિકા દ્વારા 2015 માં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે રેલ્વે ઓવરબ્રીજ માટે 2.85 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2016 માં પણ રેલ્વે ઓવરબ્રીજ જ્યુબેલી રોડ અને કડીયાપ્લોટ માટે ફરી એક વખત 2.85 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, ત્યારબાદ 2017 માં પણ આ એક જ કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેનું હજુ સુધી કામ હાથ ધરાયું નથી ત્યારે ફરીથી વર્ષ 2019 ના બજેટમાં પણ પાલિકા દ્વારા રેલ્વે અન્ડરગ્રાઉન્ડ કડીયાપ્લોટ માટે 1736 લાખ રૂપીયાનું બજેટ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે 4 વર્ષથી એક જ કામ માટે બજેટ ફાળવવામાં આવે છે જેથી નગરજનોને રેલ્વે ઓવરબ્રીજનું સ્વપ્ન દેખાડવામાં આવતું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો