તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્તુ અને સોરઠી નદીના કાંઠે ખાતમુહૂર્ત કર્યાના ત્રણ વર્ષ બાદ પણ સંરક્ષણ દિવાલનું કામ અધૂરું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં બરડા પંથકની જીવાદોરી સમાન સોરઠી અને વર્તુ નદીઓ આવેલી છે. આ નદીઓમાં ભારે પૂર આવે ત્યારે નદીના કાંઠા ઉપર આવેલા ખેડૂતોની હજ્જારો વીઘા જમીનનું ધોવાણ થાય છે. તે જમીન ધોવાણ ન થાય તે માટે સરકાર દ્વારા લાખોના ખર્ચે સંરક્ષણ દિવાલો બનાવવા માટે 3 વર્ષ અગાઉ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. પરંતુ આ સંરક્ષણ દિવાલના ખાતમુહૂર્ત થયાને ત્રણ-ત્રણ વર્ષ વિતી ગયા છતાં પણ હજુ સુધી દિવાલની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આથી જો આ દિવાલો બનાવવામાં આવે તો પૂરની પરિસ્થિતીમાં ખેડૂતોને હજારો વીઘા જમીનનું ધોવાણ થતું અટકી જાય. જેથી વહેલી તકે આ સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ પ્રબળ બની છે. તસ્વીર : જીતુ કારાવદરા

ખાતમુહૂર્ત કર્યાનાં ત્રણ વર્ષ વિતી ગયા છતાં સંરક્ષણ દિવાલનું કામ પૂર્ણ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...