પોરબંદરમાં દંપત્તિને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં દંપતિને ત્રણ શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કડીયાપ્લોટ નજીક આનંદનગરમાં રહેતા હિરેનભાઈ બાલુભાઈ ઓડેદરા તથા તેમના પત્ની જીનલબેનને નવા ફૂવારા વિસ્તારમાં કાર નં. GJ 25 J 5706 ના ચાલકે વાહન રીવર્સમાં લેતી વખતે ધ્યાન આપવા કહ્યા બાદ, કારમાં બેઠેલા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ભૂંડી ગાળો આપી બન્નેને ઢીકા-પાટુનો માર માર્યો હતો. જે અંગે જીનલબેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...