તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં વાહન અકસ્માતમાં 3 બનાવમાં 3 ને ઈજા પહોંચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના છાંયા વિસ્તારમાં જુના વણકરવાસમાં, રામમંદિર પાસે રહેતા ઉજીબેન ભીમાભાઈ શીંગરખીયા છાંયામાં પાણી પુરવઠા ક્વાર્ટર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે પોતાનું બાઈક પૂરઝડપે ચલાવી ઉજીબેનને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી, જ્યારે અકસ્માત સર્જીને બાઈકચાલક મૂકીને નાસી ગયો હતો. જ્યારે અન્ય બનાવમાં કુતિયાણામાં રહેતા શૈલેષભાઈ કારાભાઈ સોલંકી નામના આધેડ રાણાવાવ-જામનગર રોડ પર બાઈકમાં પસાર થતા હતા તે દરમિયાન બાઈક ના અજાણ્યા ચાલકે પોતાનું બાઈક પૂરઝડપે, માનવજીંદગી જોખમાય તે રીતે આધેડના બાઈકને પાછળથી ઠોકર મારી પછાડી દીધા હતા. જેથી આધેડને શરીરે મુઢ ઈજાઓ પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જી બાઈકચાલક નાસી છૂટ્યો હતો. આ ઉપરાંત ખાપટ, નાગદેવતા મંદિર પાસે રહેતા હિતેષ વિજયભાઈ ઝાલા બાઈક પર પત્નીને બેસાડીને બોખીરા પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા એ વેળાએ થયા અજાણ્યા કાર ચાલકે બેફીકરાઈથી કાર ચલાવી યુવાનના બાઈકને હડફેટે લેતા તેની પત્નીને ઈજા પહોંચાડી કારચાલક નાસી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...