તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાલેશ્વરથી ફટાણા સુધીનો ત્રણ કિમીનો રસ્તો અત્યંત બિસ્માર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ફટાણા થી સોઢાણા સુધી 5 કિલોમીટરનો રસ્તો આવેલો છે જેમાં સોઢાણાથી જાલેશ્વર મંદિર સુધીનો 3 કિલોમીટરનો રસ્તો ડામરથી મઢેલો છે, પરંતુ જાલેશ્વર થી ફટાણા સુધીનો 2 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર છે. આ રસ્તા ઉપર મસમોટા ગાબડાઓ પડી ગયા છે જેથી વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીંથી અનેક વાહનો પસાર થાય છે ત્યારે આ ઉબડખાબડ રસ્તાને લીધે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે. આ રસ્તો શીંગડા, ફટાણા, શીશલી ગામે જવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. જેથી આ ઉબડખાબડ રસ્તાને ડામરથી મઢવામાં આવે તેવી માંગ પોરબંદર જિલ્લા કિશાન સંઘ દ્વારા કરવામાં આવી છે. તસ્વીર : જીતુ કારાવદરા

અન્ય સમાચારો પણ છે...