તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની કોલેજમાં ત્રિદિવસીય ફીએસ્ટાનો પ્રારંભ, વિદ્યાર્થીઓની આંતર કળા ઉભરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર શહેરની ગોઢાણીયા કોલેજમાં વિદ્યાર્થીઓમાં છૂપાયેલ કળાને બહાર લાવી પ્લેટફોર્મ મળી રહે તેવા આશયથી ત્રિદિવસીય ફીએસ્ટાનો પ્રારંભ કરાયો છે.

પોરબંદરમાં માલદેવજી ઓડેદરા ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર.ગોઢાણીયા કોલેજ ખાતે ત્રિદિવસીય મેનેજમેન્ટ ફીએસ્ટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. બીબીએ, બેએસડબલ્યુ અને એમએસડબલ્યુ વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વિરમભાઇ ગોઢાણીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ભરતભાઇ વિસાણાએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાંથી આગળ પોતાની આવડત, ખૂબીઓનું શ્રેષ્ઠરીતે પ્રદર્શન કરી શકે. અને તેઓ હમેંશા પ્રવૃતિશીલ રહે તેના વિષે વિસ્તૃતમાં માહિતી આપી હતી. મેનેજમેન્ટ ફીએસ્ટામાં 5 સ્પર્ધાઓનું આયોજન કરાયુ છે. જેમાં કવીઝ મહેંદી, પોસ્ટર, કાવ્ય લેખન, અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાનો સમાવેશ કરાયો છે. મેનેજમેન્ટ ફીએસ્ટાની તમામ સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તેવું કોલેજના ભુમિકાબેન તન્નાએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો