તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં બાઇક અથડાતાં મારામારીના 2 બનાવો બન્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના મીલપરા શેરી નં-08 માં રહેતા સંતોકબેન ઓડેદરાની દીકરી બાઇક હડફેટે આવી હતી, જેથી અશોક ચના ખુંટી નામના શખ્સે આ મહિલાના ઘરે જઇ ડેલીમાં પાટુ મારીને બહાર કાઢયા હતા અને ધકો મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે મહિલાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. જયારે કડિયાપ્લોટ શેરી નં.-03 માં રહેતો સાગર ઉગા કેરીયા તેના કાકાના ઘરેથી બાઇક GJ25R 5878 ચલાવીને ઘરે જતો હતો તે દરમ્યાન કપીલ બાબુ સોઢાતર, ભરત કારા મકવાણા અને જય વિનોદ રાઠોડ નામના શખ્સો રસ્તા વચ્ચે બાઇક લઇને ઉભા હતા અને યુવાનનું બાઇક કમરના ભાગે અડી જતા આ ત્રણેય શખ્સોએ ઉસ્કેરાય જઇને યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી લોખંડના સળીયા વડે માર માર્યો હતો. આ દરમ્યાન કિશોરભાઇ વચ્ચે પડતા તેને પણ માર મારી શખ્સો નાશી છૂટયા હતા. આ અંગે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...