માધવપુરમાં નર્મદાના નીર માટેનો ટાંકો તૈયાર પણ પાણી નથી અપાતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના માધવપુર ગામે પીવાના પાણી માટે નર્મદાના નીર પહોંચાડવાની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને ટાંકો પણ બની ગયો છે પરંતુ તેમ છતાં કોઈને કોઈ કારણોસર આ ટાંકામાં હજુ પણ નર્મદાના નીર ન પહોંચતા માધવપુરની મહીલાઓને પીવાનું પાણી મેળવવા દૂર-સુદૂર સુધી ભટકવું પડે છે.

દરિયાકિનારે વસેલા માધવપુરમાં જમીનમાં પાણીના તળ ખારા હોવાને કારણે પીવાના પાણી માટે તંત્ર દ્વારા અપાતા પાણી પર નિર્ભર રહેવું પડે છે. અહીં નર્મદાના નીર પહોંચાડવા માટે પાઈપલાઈન પણ નખાઈ ગઈ છે અને નર્મદાના નીરનો સંગ્રહ કરવા સમ્પ પણ તૈયાર થઈ ગયો છે પરંતુ તેમ છતાં કોઈ અજ્ઞાત કારણોસર નર્મદાના નીર હજુ માધવપુર સુધી પહોંચાડવામાં ન આવતા હોવાને લીધે ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તંત્ર કારમા દુકાળ વચ્ચે પાણી વિતરણ માટેનું તૈયાર આંતરમાળખું લોકોનાં લાભાર્થે જટ ખુલ્લું મુકે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...