એમજી રોડ પરથી આધેડના મોબાઈલની ચોરી, પોલીસ ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીક છાંયા નવાપરા વિસ્તારમાં આવેલ મારૂતિનગરમાં રહેતા પ્રદિપ દેવજીભાઈ જોષી નામના આધેડ એમ.જી. રોડ પર વલ્લભાચાર્યની હવેલીની જાહેર જગ્યામાં બપોરે સૂતા હતા તે દરમિયાન તેમનો બ્લુ કલરનો એમ.આઈ. મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ઉઠાવી ગયો હતો. પ્રદિપભાઈએ પોતાનો 6,599 રૂપીયાની કિંમતનો મોબાઈલ ફોન ચોરી થયાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...