‘તને રેવા દેવી જ નથી’ કહી શખ્સે આપી મહિલાને ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોઢાણા ગામે એક શખ્સે છત ઉપર ચડી મહીલાની સત્તામણી કરી ગુનાહીત ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર તાલુકાના સોઢાણા ગામે મહેર સમાજની બાજુમાં રહેતી એક મહીલાના પોતાના ઘરે સુતા હતા ત્યારે રાત્રીના સમયે રાજા ભીખા ખરા નામનો શખ્સ ઘરની ડેલીમાંથી પ્રવેશ કરી રૂમની અગાસીમાં ચડી ગયો હતો અને મહીલાના નામની રાડો પાડી ‘તને રેવા તો દેવી જ નથી’ તેમ કહી મહીલાની સતામણી કરી હતી અને ગુનાહીત ધમકી આપી હતી. આ અંગે મહીલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રાજા સામે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ બગવદરના PSI એસ.ડી. રાણા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...