પોરબંદર શહેરમાં આવેલ ચોપાટી બીચ ખાતે ઈન્ડીયન કોસ્ટગાર્ડ દ્વારા વોલીબોલ ચેમ્પીયનશીપ-2018 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પીયનશીપમાં કોસ્ટગાર્ડ, નવીબંદર ખારવા સમાજ, પોરબંદર ખારવા સમાજ, વણાંકબારા ખારવા સમાજની 4 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કોસ્ટગાર્ડની ટીમ વિજેતા બની હતી અને નવીબંદર ખારવા સમાજની ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા બનેલ ટીમને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. આ તકે પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, નવીબંદર ખારવા જ્ઞાતિના પ્રમુખ નિલેષભાઈ કિશોર તથા કોસ્ટગાર્ડ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર - ઋષિ થાનકી
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો