તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેવદ્રા ગામે પાણી નિકાલના પ્રશ્ને 2 પરિવારો બાખડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાના રેવદ્રા ગામે રેતી જલ્પાબેન ખીમાભાઇ બળવા પોતાના મકાનના આગળના ભાગે ખાડાનું પાણી પ્લાસ્ટીકના કેન વડે કાઢતા હતા તે વખતે કારા મંગા બળવા, રમેશ કારા, શિતલબેન રમેશ આવી પહોચ્યા હતા અને ખાડામાંથી પાણી કેમ બહાર કાઢો છો તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી મારવા દોડયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જલ્પાબેને પોલીસ ફરીયાદ નોંધાવી હતી જયારે સામા પક્ષે શિતલબેન રમેશ બળવાએ પણ પોલીસ ફરીયાદ નોંધાવી હતી જેમાં જલ્પાબેન બળવા પાણી કાઢતા હતા જેથી પાણી કાઢવાની ના પાડતા જલ્પાબેન, કાંતાબેન, હિરીબેનએ બોલાચાલી કરી ગાળો આપી જતા રહયા હતા. પાછળથી રામા કરશન,ગગન અરજન, ગીતાબેન મુકેશ આવી પહોચ્યા હતા અને ગાળો કાઢી બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામસામે ફરીયાદ થતા પોલીસે મહિલા સહિત 9 શખ્સો વિરૂધ્ધ ગુન્મો નોંધી આગળની વધુ તપાસ કૃતિયાણા પીએસઆઇ કે.એસ.ગરચર ચલાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...