તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાંયા વણકરવાસમાં થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પીટલ દ્રારા થેલેસેમીયા નાબુદી અભિયાન અંતર્ગત પોરબંદરના છાંયા વણકરવાસમાં થેલેસેમીયા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. હાલના સમયમાં થેલેસેમીયા એક પડકારરૂપ બીમારી સાબીત બની છે. ત્યારે નાના બાળકોને ર્સ્પશતો આ જીવલેણ રોગ વિષે લોકોને અવગત કરવામાં આવ્યા હતા. આશા હોસ્પીટલના દક્ષ મોઢવાડીયા દ્રારા બહેનોને થેલેસેમીયાની બીમારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.સાથોસાથ રકતદાન પ્રવૃતિ, થેલેસેમીયા બાળકને પડતી તકલીફ, બીમારીમાં સાવચેતી જેવી સમસ્યા પર માર્ગદર્શન આપવામાં આવયુ હતુ. આ કાર્યક્રમમાં રાણાભાઇ કારાભાઇ શીંગરખીયા, આશીષભાઇ થાનકી, ગૌતમભાઇ સહિતનાઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...