તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઢાણીયા કોલેજ ખાતે ફિનીશીંગ સ્કૂલનાં બીજા ચરણનો પ્રારંભ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર

પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે ફિનીશીંગ સ્કૂલના બીજા ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓમાં પોતાના અભ્યાસની સાથોસાથ રોજગારીલક્ષી અને જીવનલક્ષી કૌશલ્ય વિકસે તે માટે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમીશનર સાથે જોડાયેલ નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત દ્વારા આ કન્સેપ્ટ ચલાવવામાં આવે છે.

પોરબંદર જિલ્લાની કોલેજોમાંથી ગોઢાણીયા મહિલા કોલેજને મંજુરી અપાઈ છે જેથી ગાંધીનગરના એક્સપર્ટ અંકિતા દવે અને એલીઝાબેથ ક્રિશ્ચયન દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ તકે 100 વિદ્યાર્થીઓને 10 દિવસની ટ્રેનીંગ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...