અડવાણાથી બગવદર તરફ જતો માર્ગ બિસ્માર બન્યો

Porbandar News - the route going from advani to bagvadar became bismaram 032229

DivyaBhaskar News Network

Dec 30, 2018, 03:22 AM IST
પોરબંદર તાલુકાના અડવાણા થી બગવદર ગામ તરફ જતા માર્ગ ઉપર આખા દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોય છે. તાજેતરમાં જ હર્ષદ-મીંયાણી પુલ ઉપર 15 ટનથી વધુ વાહનો પસાર થવા ઉપર કલેક્ટરે જાહેરનામું બહાર પાડી મનાઈ ફરમાવી છે ત્યારે ભારે વાહનો અડવાણાથી બગવદર રોડ ઉપર પસાર થઈ રહ્યા છે. આ માર્ગ છેલ્લા ઘણાં લાંબા સમયથી બિસ્માર બન્યો હોવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અડવાણાથી બગવદર સુધીના માર્ગ ઉપર નાના-મોટા ગાબડાઓ હોવાને કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી હતી.તસ્વીર - સાગર રામકબીર

X
Porbandar News - the route going from advani to bagvadar became bismaram 032229
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી