અડવાણાથી સોરઠી ડેમ સુધીનો રસ્તો 10 વર્ષથી બન્યો બિસ્માર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના અડવાણાથી સોરઠી ડેમ સુધીનો માર્ગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર બન્યો હોવાને કારણે 3 કિલોમીટરના રોડને ડામરથી મઢાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

પોરબંદર તાલુકામાં આવેલ અડવાણાથી સોરઠી ડેમ તરફ જતો માર્ગ ખખડધજ બની ગયો છે. આ માર્ગ ઉપરથી પસાર થવામાં વાહનચાલકોને તથા ખેડૂતોને ભારે પરેશાની વેઠવી પડે છે. નિયમિત રીતે આ માર્ગ પરથી 150 જેટલા ખેડૂતો પસાર થાય છે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગને પણ આ રસ્તો જોડે છે. જેથી આ માર્ગ વાહનચાલકો માટે ખૂબ જ ઉપયોગી છે. છેલ્લા 10 વર્ષથી રસ્તો બિસ્માર બન્યો હોવા છતાં આજ દિવસ સુધી તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. જવાબદાર તંત્ર દ્વારા 3 કિલોમીટરના માર્ગને ડામરથી મઢવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તસ્વીર : જીતુ કારાવદરા

અન્ય સમાચારો પણ છે...