તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ : 6 સામે પોલીસ ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલ પોરબંદરના ગોસા ગામે રહેતી પરીણિતાને પોરબંદર સ્થિત પતિ સહિત સાસરીયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપી છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

હાલ પોરબંદર જિલ્લાના ગોસા ગામે રહેતી પુનમબેનના લગ્ન 3/5/18 ના પોરબંદર નવા કુંભારવાડા, શેરી નં. 29 માં રહેતા રાજેશ અરભમભાઈ ભુતિયા સાથે થયા હતા. લગ્નના 7-8 દિવસ બાદથી આજ દિવસ સુધી તેને પતિ રાજેશે તરછોડી દીધી હતી અને તેના સસરા અરભમ હરદાસ ભુતિયા, સાસુ રાજીબેન, જેઠ ગાંગા ઉર્ફે સુરેશ, નણંદ સાકરબેન, નણદોયા નાગાજણ વજસી બોખીરીયાએ એકસંપ કરી લગ્નજીવન દરમિયાન અવારનવાર યેન-કેન પ્રકારે શારીરિક-માનસિક ત્રાસ આપી, ઢીકા-પાટુનો માર મારી, ભૂંડી ગાળો કાઢી હતી અને છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પરીણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.એ. નોયડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો