તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેન્કના ATM માં પૈસા ન ઉપડતાં શખ્સે સ્ક્રીન તોડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરની સિન્ડીકેટ બેન્કના એ.ટી.એમ. માં એક શખ્સ પૈસા ઉપાડવા ગયો હતો અને પૈસા ન ઉપડતા લાતો મારીને સ્ક્રીન તોડીને 50,000 નું નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર શહેરનાં એમ.જી. રોડ પર આવેલ સિન્ડીકેટ બેન્કમાં અજાણ્યો શખ્સ બેન્કની બિલ્ડીંગના આગળના ભાગે આવેલ એ.ટી.એમ. માં પૈસા ઉપાડવા આવ્યો હતો અને એ.ટી.એમ. માં કાર્ડથી પૈસા ઉપાડવાની 3-4 વખત કોશિષ કરી હતી પરંતુ કોઈ કારણોસર પૈસા નીકળ્યા ન હતા. જેથી આવેશમાં આવીને 5 લાતો મારી એ.ટી.એમ. મશીનની સ્ક્રીન તોડીને ચાલ્યો ગયો હતો.

આ અંગે બેન્કના અધિકારી મનોજભાઈ હરીરામભાઈ ઉદવાનીએ 50,000 નું નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો