તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં નવો બનેલ એમજી રોડ પાર્કિંગ ઝોન બન્યો : ટ્રાફિક સમસ્યા વકરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં મુખ્ય બજાર એમ.જી. રોડ પર સિનેમાથી માણેકચોક સુધી નો પાર્કિંગ ઝોનની અમલવારી શરૂ થઈ છે. જેથી વાહનચાલકોને વાહન પાર્કિંગ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી એમ.જી. રોડ ઉપર આવેલ મુખ્ય શોપીંગ સેન્ટરો અને દુકાનોની બહાર જ વાહનચાલકો પોતાના વાહન પાર્ક કરી દે છે. નવા જ બનાવેલ આ રસ્તા પર અનેક વાહનો પાર્ક કરાતા જાણે પાર્કિંગ ઝોન બની ગયો હોય તેવું જણાઈ રહ્યું છે અને પાર્ક કરેલા વાહનોથી ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ રહી છે. આ મુખ્ય રોડ ઉપર પાર્કિંગની સુવિધા ન મળતા વાહનચાલકોએ પોતાના વાહનો અહીં પાર્ક કરવા પડે છે અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તસ્વીર - ઋષી થાનકી

અન્ય સમાચારો પણ છે...