તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેરની મધ્યે આકાર લઈ રહેલા નગરપાલિકાના નવા બિલ્ડીંગની કામગીરી પૂરજોશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં ઘણાં વર્ષોથી નગરપાલિકાનું બિલ્ડીંગ શીતલા ચોક સામે રસ્તા પર કાર્યરત છે પરંતુ આ બિલ્ડીંગ અનેક જગ્યાએથી જર્જરીત હાલતમાં જોવા મળે છે. જેથી રેલ્વે સ્ટેશન રોડ પર નવું નગરપાલિકાનું બિલ્ડીંગ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેની કામગીરી સપ્ટેમ્બર-2018 માં શરૂ કરવામાં આવી હતી અને હાલ નગરપાલિકાના નવા બિલ્ડીંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી 6 માસમાં આ કામ પૂરૂં થઈ જશે અને શહેરની મધ્યમાં નવા નગરપાલિકા બિલ્ડીંગમાં વિવિધ કચેરીઓ ધમધમતી થશે.

3 કરોડથી વધુના ખર્ચે નવું નગરપાલિકા બિલ્ડીંગ તૈયાર થશે
નવું નગરપાલિકાનું બિલ્ડીંગ 1650 ચોરસમીટર એરીયામાં 3 કરોડથી વધુના ખર્ચે બનશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની સુવિધા મૂકવામાં આવશે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જન્મ-મરણ દાખલા માટેનો વિભાગ અને ફાયર બ્રિગેડ વિભાગ કાર્યરત થશે. કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

ફર્સ્ટ ફ્લોર પરની કચેરીઓ
નવા બનનારા આધુનિક નગરપાલિકા બિલ્ડીંગમાં ફર્સ્ટ ફ્લોર પર કોન્ફરન્સ હોલ, વેઈટીંગ લોન્જ, એકાઉન્ટ વિભાગ, હાઉસ ટેક્સ વિભાગ, જનરલ ઓફિસ, ચેરમેન કમીટીની ઓફિસ, પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ચીફ ઓફિસરની ઓફિસ અને વચ્ચે લોબી મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો