શેરડીના રસના 10 ધંધાર્થીઓને નગરપાલિકાએ નોટીસ પાઠવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં ઉનાળાની ઋતુની શરૂઆત થતા કાળઝાળ તડકાઓ પડવા લાગ્યા છે. શહેરના રાજમાર્ગો ઉપર ઠેર-ઠેર શેરડીના રસ અને ઠંડાપીણાનું વેચાણ થઈ રહ્યું છે તેમજ દુકાનોમાં પણ ખાદ્યવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં ભેળસેળયુક્ત મીઠાઈ અને ફરસાણનું વેચાણ થતું હોવાના અગાઉ પણ અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે શહેરના રાજમાર્ગો ઉપર વેચાતા ઠંડાપીણાનું ચેકીંગ પાલિકાએ હાથ ધર્યું હતું. પાલિકાના ફૂડ વિભાગે શેરડીના રસના 10 જેટલા ધંધાર્થીઓને નોટીસ ફટકારી હતી અને ખૂલ્લા તેમજ વાસી શેરડીના રસનું વેચાણ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત વાસી-અખાદ્ય પદાર્થોનું ખૂલ્લામાં વેચાણ બંધ થાય તેના માટે હજુ ચેકીંગ હાથ ધરવામાં આવશે અને ભેળસેળયુક્ત તથા ખૂલ્લામાં ખાદ્યપદાર્થનું વેચાણ કરનાર તેમજ શેરડીના રસના વેચાણમાં પણ લોલમલોલ જણાશે તો કડક કાર્યવાહી થશે તેવી પાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છેકે, પાલિકાની કામગીરીથી સમગ્ર પોરબંદર પંથકમાં ભેળેસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેંચાણ કરનાર નરાધમોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...